રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં મંગળવારે નવા ૦૬ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં મંગળવારે ૦૬ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા માં એસ.પી.ઓફીસ ૦૧ નવાપરા ૦૧ નાંદોદ ના પ્રતાપનગર ૦૧ માંગરોળ ૦૧ ગરુડેશ્વર ના કેવડિયા કોલોની ૦૧ અને તિલકવાળાના સુંદર નગર ૦૧ સહિત નર્મદા જિલ્લામાં કુલ ૦૬ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૨૨ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૨૫ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૦૭ દર્દી દાખલ છે આજે ૦૯ દર્દી સાજા થતા રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૮૨૫ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૮૭૮ પર પહોચ્યો છે.આજે વધુ ૩૫૩ સેમ્પલ ચકાસણી હેઠળ છે.