રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા
ઉપલેટાના મોટી પાનેલી દિન પ્રતિદિન કોરોના મહામારી ગ્રામ્ય વિસ્તારમાં પણ ફેલાતી જાય છે ત્યારે મોટી પાનેલી ગામમાં પણ અત્યાર સુધીમાં પંદર જેટલાં કેશ નોંધાઈ ચુક્યા છે ત્યારે કોરોના ને રોકવા લોકો સ્વયં જ ઘરગથ્થુ ઉકાળો નાશ ગરમ પાણી જેવા ઉપચાર કરવા લાગ્યા છે ત્યારે મોટી પાનેલી લોહાણા મહાજન દ્વારા એક પ્રેનાણાદાયી કાર્ય હાથ ધરી સમાજના જરૂરિયાતમંદ પરિવારોને નિઃશુલ્ક નાશ મશીનનું વિતરણ ઘરે ઘરે જઈને કરવામાં આવેલ છે કોરોના મહામારી વચ્ચે લોહાણા સમાજનું આ સ્તુત્ય કાર્ય દરેક માટે નોંધનીય છે.