રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
હાલમાં અધિક માસ એટલે કે પુરૂષોત્તમ માસ ચાલી રહ્યોછે હિન્દુ ધર્મમાં અધિક માસનું વિશેષ મહત્વ છે. જ્યોતિષ ગણતરી મુજબ ત્રણ વર્ષ પછી ચંદ્ર મહીનામાં એક વધારાનો મહીનો ઉમેરવામાં આવેછે જેને અધિક માસ કે પુરષોતમ મહીનો કહેવામાં આવેછે પુરૂષોત્તમ માસમાં સ્નાન પુજા વિધી અને દાનનું વિશેષ ફળ મળેછે અને તમામ પ્રકારના દુખો દુર થાય છે અને આત્મ કલ્યાણ માટે મહીલાઓ દ્વારા પુરૂષોત્તમ ભગવાનનું વ્રત વાર્તાઓ કરવામા આવેછે તેવું માનવામાં આવે છે. વર્ષો પહેલાં નદી કિનારે મહીલાઓ દ્વારા ગોરબાઈનું પુજન કરી અધિક માસની ઉજવણી કરવામાં આવતી હાલ પરિસ્થિતિને અનુરૂપ આજુબાજુના વિસ્તારમાં રહેતી મહિલાઓ દ્વારા વાડી વિસ્તારમાં અધિક માસની પુજા કરવામાં આવી રહીછે કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે વાડી વિસ્તારમાં રહેતાં કારાભાઈ ભેટારીયાના ઘરે મહિલાઓ દ્વારા અધિક માસની ઉજવણી કરવામાં આવી રહીછે જ્યાં લક્ષ્મી નારાયણ સ્વરૂપ માટીના ગોરબાઈ બનાવી મહીલાઓ દ્વારા દરરોજ અબીલ ગુલાલ કંકુ ચોખાનો ચાંદલો કરી દર્શન પ્રદક્ષીણાં કરવામાં આવેછે ખેતર ખેડી ધાન્યનું વાવેતર કરવામાં આવેછે પ્રસાદી ધરી દરરોજના દિવસના મહત્વ સાથેની વાર્તા કરવામાં આવે છે અને પુજા અર્ચના આરતી પ્રસાદી વાર્તાઓ સાથે દરરોજ શ્રદ્ધા પુર્વક પુરષોતમ માસની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.