નર્મદા બ્રેકીંગ: રાજપીપળા પાસેના ભદામ ગામની કરજણ નદીમાં નાહવા પડેલા પાંચ બાળકો પૈકી ૨ બાળકો પાણીમાં ડૂબી જતાં લાપતા…

breaking Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

રાજપીપળા નગરપાલિકા ની ફાયર ફાઇટર ટિમ દ્વારા રેસ્ક્યુ કામગીરી ચાલુ,રાજપીપળા પોલીસ ઘટના સ્થળે

રાજપીપળા નજીક આવેલા ભદામ ગામની કરજણ નદી માં આજે બપોરે નાહવા પડેલા પાંચ નાના બાળકો પૈકી બે બાળકો નદીના પાણી માં ડૂબી ગયા હોય લાપતા થતા રાજપીપળા નગર પાલિકા ની ફાયર ફાઇટર ટિમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કરી રહી છે.

નાહવા પડેલા પાંચ બાળકો પૈકી શુભમ અને અમર નામના બે બાળકો પાણીમાં ડૂબતા જ બાકીના બે ડર ના માર્યા ઘરે ચાલ્યા ગયા હતા જ્યારે અન્ય એક બાળક ઘટના સ્થળે રેસ્ક્યુ ટિમ ને જાણકારી આપી રહ્યો હતો .આમ પણ સાંજે પડી જતા અંધારા ના કારણે ફાયર ટિમ ને રેસ્ક્યુ કરવામાં તકલીફ પડી રહી હોવા છતાં પાલિકા ના ફાયર ફાયટરો હાલ ઘટના સ્થળે રેસ્ક્યુ ની કામગીરી કરી રહયા છે.જોકે આ લખાય છે ત્યારે સાંજના 6.૩૦ વાગ્યા સુધી પણ ડૂબેલા બે બાળકો ની કોઈ ભાળ મળી નથી ઘટના સ્થળે ગ્રામજનો ના ટોળાં મોટી સંખ્યા માં ઉમટી પડ્યા હતા. બાળકોના પરિવાર જનો ત્યાં આક્રંદ કરતા નજરે પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *