રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર
ભાવનગર જિલ્લામા આજરોજ ૩૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩,૮૨૪ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૭ પુરૂષ અને ૧૦ સ્ત્રી મળી કુલ ૨૭ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા સિહોર ખાતે ૨, સિહોર તાલુકાના ખારી ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૨, ગારીયાધાર તાલુકાના મોટા ચારોડીયા ગામ ખાતે ૧, મહુવા ખાતે ૨, મહુવા તાલુકાના લીલવણ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ત્રાપજ ગામ ખાતે ૧ તેમજ તળાજા ખાતે ૧ કેસ મળી કુલ ૧૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૨૬ અને તાલુકાઓના ૧૫ એમ કુલ ૪૧ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે તેમજ આજરોજ ભાવનગર શહેર ખાતે રહેતા ૨ કોરોના પોઝિટિવ દર્દીઓનુ સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.
આમ જિલ્લામા નોંધાયેલા ૩,૮૨૪ કેસ પૈકી હાલ ૩૯૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૩,૩૬૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૨ દર્દીઓનુ અવસાન થયેલ છે.