લોકડાઉનના કડક અમલ વચ્ચે પ્રતિબંધિત તમાકુ વેચવા નીકળેલા બે ઇસમોને આમોદ પોલીસે દબોચી લીધા.

bharuch Daxin Gujarat Latest

રિપોર્ટર: મકસુદપટેલ,આમોદ

હાલમાં કોરોના વાયરસના કહેર વચ્ચે ચાલી રહેલા લોકડાઉનના કડકાઈ પુર્વક અમલીકરણ માટે આમોદ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફના માણસો આમોદ શમા હોટલ ચાર રસ્તા ઉપર વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમ્યાન જંબુસર તરફ થી આવી રહેલ એક કારને રોકીને ચેક કરતાં કાર માંથી પંઢરપુરી તમાકુના થેલા નંગ ૫ મળી આવતાં પોલીસે કારમાં સવાર બે ઇસમોને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં ચાલી રહેલ લોકડાઉનના કડકાઈ પુર્વક અમલીકરણ માટે આમોદ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.જી.યાદવ સ્ટાફના માણસો સાથે આમોદ શમા હોટલ ચાર રસ્તા ઉપર વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમ્યાન રાત્રી ના ૧૦ વાગ્યા ના અરસામાં જંબુસર તરફથી આવી રહેલ કારને રોકીને ચેક કરતાં કાર માંથી પંઢરપુરી તમાકુના થેલા નંગ ૫ કિંમત રૂપિયા ૧૫૦૦૦ મળી આવતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.જી.યાદવે કાર માં સવાર તોસીફ અબ્દુલ્લા આઝાદ તથા સદ્દામ ગુલામ ખિલજી બંને રહે જંબુસરની પુછપરછ કરતાં તેઓએ જણાવેલ કે જંબુસર રહેતા સુહેલ ઐયુબ હાજી પાસેથી વેંચવા માટે ખરીદયા હતા. જે સંદર્ભે આમોદ પોલીસે કારમાં સવાર બંને ઇસમોને અટક કરી કાર સહીત તમાકુનો જથ્થો તથા મોબાઇલ નંગ ૨ મળી રૂપિયા ૧૧૮૫૦૦ નો મુદ્દામાલ કબજે કરી તોસીફ અબ્દુલ્લા આઝાદ, સદ્દામ ગુલામ ખિલજી, સુહેલ ઐયુબ હાજી વિરૂદ્ધ ઈ.પી.કો કલમ ૧૮૮, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ની કલમ ૫૧ (બી), તથા મહામારી અધિનિયમ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *