નર્મદામાં બાઈક ચોરો સક્રિય: રાજપીપળા નજીકના વડીયા જકાત નાકા પાસેની લોટસ સોસાયટી માંથી બાઈક ની ચોરી..

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

નર્મદા જિલ્લામાં માં એક બાદ એક બાઇકો ચોરી ઘટના સામે આવી રહી હોય બાઈક માલિકો માં ફફડાટ વધ્યો છે.હાલ માં રાજપીપળા નજીકના વડીયા જકાતનાકા પાસે આવેલી લોટસ સોસાયટી માંથી પણ એક બાઈક ની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર લોટસ સોસાયટી માં રહેતા અર્જુન ભાઇ ભયજીભાઈ તડવી ની હિરો હોન્ડા કંપનીની મો.સા. ગાડી નંબર જેની આશરે કિંમત રૂપીયા ૩૦,૦૦૦ ની કોઇ અજાણ્યા ચોર ઇસમ મો.સા.નું લોક ખોલીને અથવા મો.સા.નું લોક તોડીને ચોરી કરી લઇ જતા આ બાબતે અર્જુન તડવી એ રાજપીપળા પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *