રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા હરસિધ્ધિ માતા ના મંદિર પાસે મજૂરી કામે કેમ ન આવ્યો તેમ પૂછતાં યુવાને હથોડી વડે હુમલો કરી જાન થી મારી નાંખવાની ધમકી આપી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તાલુકાના ભુછાડ ટેકરી ખાતે રહેતા હસમુખભાઇ શંકરભાઇ વસાવા આપેલી ફરિયાદ મુજબ એ તથા વિજયભાઇ તથા તેની પત્ની ઉર્મીલાબેન સાથે રાજપીપળા હરસિધ્ધી માતાના મંદિર સામે ખુલ્લા કંપાઉન્ડમાં બેઠા હતા તે વખતે સુરેશ નામના વ્યક્તિ એ તેમને કહ્યું કે તુ કેમ અમારી સાથે મજુરી કામે આવેલ નહી તેમ કહેતા હસમુખે જણાવેલ કે મારી મરજી હું કામે ન પણ આવુ જેથી સુરેશ સાથે આવેલો એક યુવાને હસમુખને ગાલ ઉપર બે લાફા મારી ગાળો બોલી અને સુરેશે હથોડી માથામાં મારી ઇજા કરી ગમે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય પોલીસે સુરેશ અને તેની સાથે ના એક યુવાન વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.