બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે થી અધિકમાસ નિમિત્તે નર્મદા મંદિરથી નર્મદા પરિક્રમાનો પ્રારંભ માધવદાસજી મહારાજની આગેવાનીમાં કરવામાં આવ્યો હતો આ નર્મદા પરિક્રમા ગરુડેશ્વર થી ઓમકારેશ્વર અમરકંટક ભરૂચ નર્મદા સાગર થઈ પરત ગરુડેશ્વર ફરશે આ પરિક્રમા નો કાર્યક્રમ આશરે ૧૫ દિવસનો રખાયો છે હાલમાં કોરોનાવાયરસ ની મહામારી વચ્ચે કોરોના વાયરસના નિયમોનું પાલન તથા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક તથા સેનીટાઇઝર નો ઉપયોગ સાથે આ પરિક્રમાનો પ્રારંભ કરાયો હતો છે આ પરિક્રમામાં દત્ત મંદિર ના પૂજારી રાહુલભાઈ નાવરે તથા રાહુલભાઇ જોશી સાથે ભીખુભાઈ, હરેશભાઈ, પ્રવીણભાઈ, હર્ષદભાઈ, યોગેશભાઈ, મહેન્દ્રભાઈ તથા નાનાભાઈ બારીયા જોડાયા હતા.