રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા
ઉપલેટા સી.પી.એમ દ્વારા રાષ્ટ્રીય મહામંત્રી કોમરેડ સીતારામ યેચુરી સહિતના લોકશાહીવાદી લીડરો સાથેના કિન્નાખોરીથી કરેલ રાજદ્વોહ કેશ પાછા ખેચવા મામલતદારને આવેદનપત્ર આપ્યું
એન.ડી.એ ની સરકાર સરમુખત્યારશાહી ના ધોરણે ચાલી રહી છે લોકશાહી નો હાર્દ વિરોધ- સમર્થન છે ત્યારે સરકાર ની નીતિનો વિરોધ કકરનારાને દબાવવા રાજદ્રોહ ના કાયદાનો ઉપયોગ કરી રહયાં છે સી.એ.એ.એન.આર.સી.એન.સી.આર આ કાયદાઓ દેશહિતમા નથી માટે સી.પી.એમ આ કાયદાનો વિરોધ કરે છે. આ વિરોધને દબાવી દેવા માટે સી.પી.એમ ના રાષ્ટ્રીય મહામંત્રી સીતારામ યેચૂરી સામે રાજદ્રોહ નો કેસ દાખલ કરવામાં આવ્યો છે. સરકારની લોક વિરોધી નિતીનો વિરોધ કરનારા લોકશાહી સમર્થકો ને દબાવવા રાજદ્રોહ ના કાયદાનો ઉપયોગ થય રહ્યો છે રાજદ્રોહ ના કાયદાનો ગેર ઉપયોગ અટકાવવા માટે રાષ્ટ્રપતિએ દરમ્યાનગીરિ કરવી જોઈએ કોમરેડ સીતારામ યેચુરી તેમજ બીજા અન્ય લોકશાહી સમથૅકો સામેના રાજદ્વોહના કેસ પાછા ખેચી લેવાની માગણી ઓસાથે ઉપલેટા સી.પી.એમ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું.