રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
લાયન્સ ક્લબ ઓફ લુણાવાડા ની સાથી ગણાતી અને યુવાનો ની ગણાતી એવી લિયો ક્લબ જે યુવાનોને પ્રેરણાદાયક અને માનવસેવાના ના પ્રતસોહનાના ભાગરૂપે મહીસાગર જિલ્લાના લુણાવાડા મુખ્ય મથકમાં લીઓ ક્લબ ઓફ લુણાવાડા નો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે જિલ્લાના યુવાનો વ્યક્તિ વ્યક્તિ વચ્ચેની જરૂર પડે ત્યારે સેવા કર્યો કરવાનો તેમજ કોઇપણ અચાનક આવી પડેલી આપત્તિને પહોંચી વળવા માટે યુવાનો તેમજ માનવ મહેરામણ સક્રિય રહે તે હેતુથી સ્થાપના કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં મલ્ટિપ્લ કાઉન્સિલ ચેરમેન લા.પરિમલ ભાઈ પટેલ દ્વારા આ નવીન ક્લબનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને વધુમાં વધુ યુવાનો જોડાઈ ને આવા સેવાકીય કર્યો કરવા માટે તત્પર રહે તેવું આહવાન કરવામાં આવ્યું હતું. આ ક્લબમાં પ્રમુખપદ તરીકે ડો.જેન્સી પટેલ, ઉપપ્રમુખ તરીકે મહર્ષિ પટેલ, મંત્રી તરીકે ડો.આકાશ વૈદ્ય તેમજ ખજાનચી તરીકે ડો.તેજલ પટેલ તરીકે નિમણૂક કરવામાં આવી તથા બીજા ક્લબના અન્ય ૧૫ જેટલા સભ્યો ની શપથગ્રહણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જે.પી.પટેલ, બ્રીંદા બેન શુકલ, મીનાબેન પંડ્યા તથા પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ,લિયો શ્રેયસ શાહ,લાયન્સ ક્લબ ઓફ લુણાવાડા ના તથા મહીસાગરના સભ્યો ઉપસ્થિતિ રહીને આશીર્વચન પાઠવ્યા હતા.