રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદમાં રવિવારે મોડી સાંજે એકાએક વાતાવરણમાં પલટો મારતા આકાશમાં વાદળ છાયુ વાતાવરણ સર્જાયું વાદળો વરસાદી પાણીથી ઘેરાયેલા હતા હળવદ શહેર અને આજુબાજુના ગામોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદનું આગમન થયું ત્યારે હળવદ તાલુકાના ટીકર માનગઢ .માલણીયાદ. વેગડવાવ. સહિતના ગામોમાં કડાકા-ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું.
હળવદ તાલુકાના મંગળપુર ગામે ના રહેણાંક મકાનમાં પ્રેમજીભાઈ શંકર ભાઈ ઠાકોર ના રહેણાંક મકાનમાં વીજળી ત્રાટકતા મકાનના નળિયા તેમજ વાસણો અને ઘર વખરી અને દિવાલને નુકશાની થઇ હતી. ઈલેક્ટ્રીક વીજ ઉપકરણો બળી ગયા હતા વીજળી પડવાથી સદ્નસીબે કોઇ જાનહાની થઈ ન હતી મંગળપુર ગામે વીજળી પડતા આજુબાજુના આડોશી પાડોશી તેમજ ગામલોકો ઓ પ્રેમજીભાઈ ઠાકોર ના ઘરે દોડી ગયા હતા વીજળી ના પગલે કોઇ જાનહાની ન થતા પરિવાર જનો અને ગામલોકોઓ રાહતનો શ્વાસ લીધો હતો.
