રિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર
અમદાવાદ ઇન્દોર હાઇવે રોડ મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ પર બાતમીદારથી બાતમી મળેલ કે ટ્રકમાં ડ્રાઇવર તેની સીટની પાછળ ગેર કાયદેસર બંદુક સંતાડીને આવે છે તેથી પોલીસ દ્રારા ગોધરા તરફ થી આવતા વાહન ચેક કરતા હતા દરમ્યાન બાતમી વર્ણન વાળું એક ટ્રક આવતા ડ્રાઈવરને નામઠામ પુછતા તેણે પોતાનું નામ લોકેન્દ્ર નર્મદાપ્રસાદ અવસ્થી હોવાનું જણાવેલ તેની અંગઝડતી કરતા તેના ખિસ્સામાંથી એક કાળા કલરનો માઇક્રોમેક્ષ મોબાઇલ ફોન કિ. રૂ.૧૦૦૦/- તથા જુદા જુદા દરની ચલણી નોટો ૧૭૦૦/- ની મળી આવેલ હતી અને સદર ડ્રાઈવર સાથે રાખી પંચો સાથે રાખી રૂબરૂ સદર કન્ટેનર ગાડી નુ કેબીન ચેક કરતા ડ્રાઇવર સીટની પાછળ એક કપડામાં વીંટાળી સંતાડી એક ભારતીય દેશી બનાવટની રિવોલ્વર મળી આવેલ તે જોતા ભારતીય દેશી બનાવટની લોખંડની રીવોલ્વર સિંગલ બેરલવાળી એક ટેગર વાળી જેની બેરલ સાથેની લંબાઇ આશરે ૨૧ સેમીની બટના ભાગે લાકડાથી રીવર્ટમાં ફીટ કરેલી જેની કિ.રૂ.૫૦૦૦/-ની ગણી શકાય તે મળી આવેલ જેથી સદર ભારતીય દેશી બનાવટની લોખંડની રીવોલ્વર પોતાના કબ્જા માં રાખી લઇ જવા અંગે સદર ઈસમ પાસે કોઇ સક્ષમ અધિકારીશ્રીનું લાયસન્સ માગતા પોતાની પાસે નહિ હોવાનું જણાવેલ અને કન્ટેનર માં ચેક કરતા બીજી કોઇ ગુના હિત ચીજવસ્તુ મળી આવેલ ન હોય સદર કન્ટેનર ગાડીની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦ મળી કુલ ૧૦૦૭૭૦૦ નો મુદ્દા માલ જપ્ત કરી ને સેવાલિયા પોલીસ આગળ ની તપાસ હાથ ધરી છે.