નર્મદા: રાજપીપળા નગરપાલિકા રખડતા ઢોરો અને હડકાયા કુતરાના ત્રાસમાંથી ક્યારે છોડાવશે.? માસ્કના નામે દંડ ફટકારી નાણાં ઉઘરાવી લોકોના સ્વાથ્યની ચિંતાનો દેખાડો કરતી પાલિકાનું બેવડું વલણ છતું થયું.

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

વેરા ઉઘરાવવા માટે મરણીયા બનેલી રાજપીપળા નગરપાલિક રખડતા ઢોરો અને હડકાયા કુતરાઓ ના ત્રાસ માથી ક્યારે છોડાવશે?:માસ્ક ના નામે દંડ ફટકારી નાણાં ઉઘરાવી લોકો ના સ્વાસ્થ્ય ની ચિંતા નુ દેખાડો કરતી પાલિકા નુ બેવડું વલણ છતું થયું
નગરના માર્ગો ઉપર વચ્ચો વચ્ચ અડ્ડો જમાવીને ટ્રાફીક ને અવરોધતા ગાયો, આખલાઓ ના ટોળાં શાથે ટકરાઈ ને કોઈ વાહન ચાલક અકસ્માતગ્રસ્ત બનશે તો નગરપાલિકા દોષી ગણાશે..

વેપારી ઓ ની દુકાનો મા ઘસી જઈ ને માસ્ક નહીં પહેરતાં કે અડધું માસ્ક પહેરેલું હોય તો તેમને પણ દંડ ફટકારતા પાલિકા ના માણસો અને પાલિકા ચીફઓફીસર ને નગરજનો પાસે થી માત્ર દંડ ના બહાને લોકો પાસે થી માત્ર ને માત્ર પૈસા ખંખેરવા માંજ રસ હોય તેમ ઉઘાડે છોગ ચર્ચાઈ રહ્યુ છે.

રાજપીપળા નગરપાલિકા ને વેરા રુપી નાણાં ઉઘરાવવા મા જેટલો રસ છે, તેટલો લોકો ને ઉઘરાવેલા નાણાં ના અવેજ મા સુવિધાઓ આપવામા નથી તેવુ પ્રતિત થાય છે. હાલ રાજપીપળા શહેર મા પાલિકા દ્રારા માઈક લગાડેલો ટેમ્પો ફેરવી ને વ્યવસાયી એકમો ને વ્યવસાય વેરો ભરી દેવાની હાકલ કરવામા આવી રહી છે, અને ના ભરે તો કાયદેસર ની કાર્યવાહી કરવાની આકરી કામગીરી કરવાની ચેતવણી આપવામા આવી રહી છે.

વિતેલા અઠવાડિયા મા રાજપીપળા નગરપાલિકા ની હદ વિસ્તાર મા એક હડકાયા કુતરા એ ૧૦ જેટલાં ઈસમો ને બચકાં ભરતા તમામ દવાખાને ભેગાં થયાં હતાં, એમા કેટલાંક ગંભીર રીતે ઘવાયા હતા. સબ જેલ ની પાછળ ના વિસ્તાર મા ઘર મા ઘુસી ને હડકાયા કુતરા એ મહીલા સહીત એક આધેડ ઈસમ ને કરડી લેતા ભય ફેલાયો હતો, મચ્છી માર્કેટ પાસે એક વૃદ્ધ ને મોઢાં ના ભાગે બાચકા ભરી લેતાં ગંભીર રીતે ઘવાયા હતા. એ સમાચારો અખબારો મા પ્રસિદ્ધ થયાં છતાં પાલિકા નુ વહીવટી તંત્ર ની ઉંઘ ઉડી ન હતી, તેના ત્રણ દિવસ પછી બિજા રાજપીપળા પોલીસ સ્ટેશન નિચે આવેલા ટેમ્પા સ્ટેન્ડ પાસે ઉભેલાં ૩ જેટલાં ટેમ્પા ચાલકો ને અને પોતાની દુકાન પાસે ઉભેલાં એક વેપારી ને આ હડકાયા કુતરા એ નિશાન બનાવ્યાં હતાં. તેમ છતાં નગરપાલિકા ના પેટ નુ પાણી હાલ્યું ન હતું. નગરપાલિકા ની ઢોરપાર્ટી શું ફીફાં ખાંડી રહી છે?? નગરપાલિકા વાળા કઈ વાત ની રાહ જોઈ રહ્યાં છે?? શું કોઈ નુ બાળક કે કોઈ ઈસમ જીવ ગુમાવશે પછી જાગશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *