રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
આ કાર્યક્રમમાં સખી મંડળ સાથે જોડાયેલ બહેનો કે તેના પરિવારના એક સભ્યને કોઈ નવો બિઝનેસ કરવા માંગતા હોય અથવા ચાલુ બીઝનેસ હોઈ અને તેમાં વધારો કરવા માંગતા હોય તેવા લોકોને રૂ.૧,૦૦,૦૦૦ સુધી અને સખી મંડળને ગૃપ સાથે મળી ને ઉધોગ શરૂ કરે તો રૂ.૫૦૦૦૦૦ ઋણ આપવામાં આવે છે,તેમજ સી. આર.પી. ઇપી.દ્રારા દર મહિને ટ્રેકિંગ કરવામાં આવે છે જેથી લાભાર્થીના નફા,નુકસાન ની ખબર પડી શકે,આ કાર્યક્રમમાં સી.આર.પી. ઈપી દ્રારા બિઝનેસ પ્લાન તૈયાર કરી બીઆરસી માં રજુ કરવામાં આવી છે ત્યાર બાદ ઉદ્યોસાહસિકો ને જનરલ ઈડીપી ની આપવામાં આવે છે જે અંતર્ગત આજ રોજ ખાંભામાં ચાલતા એસ.વી. ઈ.પી.ના લાભાર્થીની 3 દિવસીય તાલીમ આપવામાં આવી હતી જેમાં ઉદ્યોસાહસિકતાના લક્ષણો,તેમના ગુણો,ઉદ્યોસાહસિકતા પડકારો,અને ક્ષમતાઓ,બજાર સર્વેક્ષણનું મહત્વ,4પીનો સિદ્ધાંત , પડકારના નિવારણ, હિસાબકિતાબ વગેરે ની તાલીમ આપવામાં આવી હતી જેમાં બ્લોક મેન્ટર કૌશલભાઈ દાણીધારિયા,બી.પી.એમ નીરભયભાઈ દોશી,અસ્લમ ભાઈ તેમજ માસ્ટર સી.આર.પી. ઈ પી. હસમુખભાઈ.શિયાળ, સી.આર.પી.ઈ પી.ચેતનાબેન.મકવાણા,કાજલબેન બારૈયા, હેમાલીબેન તેરૈયા દ્રારા સફળતાં પૂર્વક તાલીમ આપવામાં આવી હતી.