રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
આમ તો ઘણી હોસ્પિટલો માં મોટાભાગે સિઝર કરવાની પ્રથા ચાલુ થઈ ગઈ છે તેવા સમયે ૧૦૮ ની ટીમે સફળ નોર્મલ સુવાવડ કરાવતા ગરીબ પરિવાર માટે મોટી રાહત
નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના રેલવા (ભરાડા ) ગામના મેઘાબેન એસ વલવી ને નામની મહિલા ને પ્રસુતિ ની પીડા ઉપડતા જ ૧૦૮ એમ્બ્યુલન્સ પર કોલ કરતા કોલ સેન્ટર પર થી ચીકદા સ્થિત ૧૦૮ એમ્બ્યુલન્સ ના પાયલોટ મંજેશભાઈ વસાવા દ્વારા ૨૫ સેકન્ડ માં જ એમ્બ્યુલન્સ રેલવા ગામ જવા રવાના થઇ ગઇ તેમજ EMT મહેશભાઈ ગરાસિયા દ્વારા ૧૦૮ પર ફોન કરનાર વ્યક્તિ સાથે સરનામાંની ખાત્રી કરી,એમ્બ્યુલન્સ સ્થળ પર પોહચે એ પેહલા દર્દી ની શુ શુ કાળજી રાખવી તે બાબતે ટેલિફોનિક સૂચનાઓ અપાઈ ત્યારબાદ ૧૦૮ રેલવા ગામ માં પોહચી અને EMT મહેશભાઈ તરતજ મેઘાબેન ને પ્રસુતિ પીડા વધુ હોવાથી તપાસ કરી તો તેમને માલુમ પડ્યું કે ત્રીજી પ્રસુતિ છે અને દર્દીને ૧૦૮ એમ્બ્યુલન્સ સુધી પણ લઇ જવાય તેમ નથી તેથી તેમને દર્દોના ઘરેજ પ્રસુતિ કરવાનું નક્કી કર્યું, પ્રસુતિ માટે 108 માં વપરાતી ડિલિવરી કીટનો ઉપયોગ કરી પ્રસુતિ માટે પૂરતી તૈયારી કરી અને થોડીક જ ક્ષણો માં મેઘાબેન ને સુંદર અને સ્વસ્થ બાળકી નો જન્મ થયો, પ્રસુતિ બાદ નવજાત બાળકી ની સંભાળ કરવામાં આવી તેમજ મેડિકલ ભાષા માં કાંગારુ મધર કેર આપી જેથી બાળકીના શરીર નું તાપમાન જળવાઈ રહે.માતા અને બાળકીની પુરી સારસંભાર કર્યા બાદ EMT મહેશભાઈ ગરાસિયા એ ૧૦૮ સેંટર માં બેઠેલા ફિજિશિયન ડૉક્ટર વિષ્ણુ પટેલ સાહેબ ની સૂચના મુજબ જરૂરી ઈન્જેકશન તેમજ બોટલ ચઢાવી માતા અને બાળકી ને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ડેડીયાપાડા ખાતે દાખલ કર્યા હાલ માતા અને બાળકી બંને સ્વસ્થ છે.આમ 108 ટીમે એક સફળ નોર્મલ સુવાવડ કરાવતા ભરાડા ગામનાં આ પરિવાર માં ખુશી પ્રાપ્ત થઈ હતી.