બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા નિગમના કર્મચારીઓને રહેણાંકના હેતુ માટે મકાનો બનાવવામાં આવ્યા હતા જે મકાનો સરદાર સરોવર નર્મદા નિગમ કચેરી ના નિયમો મુજબ માત્રને માત્ર નિગમના કર્મચારીઓને આપવાના છે તેઓ નીયમ સ્થાનિક કચેરી દ્વારા જણાવવામાં આવ્યો હતો પરંતુ મહત્ત્વની બાબત તો એ છે કે કેવડિયા કોલોની ખાતે નિગમ ના મકાનો નિગમના કર્મચારીઓ સિવાય બિન નિગમના કર્મચારીઓ તથા રોજમદારો તથા કામ ચલાઉ કામદારોને પણ જે તે સંબંધિત કચેરી દ્વારા ફાળવી દેવામાં આવ્યા છે જેને લઇને આક્રોશ વ્યાપેલો છે તથા નિગમના જે કર્મચારીઓને હાલમાં મકાનો ફાળવેલા છે તે મકાનોમાં તેઓ પોતે ન રહેતા અન્ય ભાડુઆતોને ભાડા પેટે આપેલા છે અને છેલ્લા કેટલાય વર્ષોથી સરકારી મકાનો ના ભાડા ખાઈ રહ્યા છે જેની સામે કચેરી દ્વારા આજદિન સુધી કોઇ પગલા લેવાયા ન હોવાની બુમો ઉઠી છે કેવડિયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા નિગમની કચેરી એ જે લોકો રાજકીય વગ ધરાવતા હોય તથા રાજકારણીઓની ઓળખાણો લઈને આવતા હોય તેવા લોકોને નિગમના નીતિ-નિયમો નેવે મૂકીને તત્કાલ રૂમ ફાળવી દેવામાં આવે છે જ્યારે અમુક લોકોને કચેરીના કર્મચારીઓ દ્વારા નિયમો બતાવવામાં આવે છે જેને લઇને કેવડિયા કોલોનીમાં લોકોમાં રોષ વ્યાપેલો જોવા મળેલ છે થોડા સમય પહેલા કેવડિયા કોલોની ખાતે ની કચેરી દ્વારા સીઆઇએસએફ ના જવાનો આવવાના છે તેમ કહી એમડી સાહેબની સૂચના થી શિક્ષકો ને તત્કાલ રૂમો ખાલી કરવાની નોટિસ આપી મકાનો ખાલી કરાવવામાં આવ્યા હતા હાલમાં આવાજ રૂમો નિગમના નીતિ-નિયમો નેવે મૂકીને રાજકીય વગ ધરાવતા જે તે લોકોને ફાળવી દેવામાં આવ્યા છે તો આ બાબતે સરદાર સરોવર નર્મદા નિગમની વડી કચેરી ગાંધીનગર થી ટટસ્ટ તપાસ કરવામાં આવે તો ઘણું જ તથ્ય બહાર આવે તેમ છે કચેરી દ્વારા આચરવામાં આવતા રૂમો ફાળવણીના ભ્રષ્ટાચાર માટે જવાબદાર કોણ ?