રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રાજુલા તાલુકા ના વાવેરા ગામે સરપંચ દ્વારા લાખો રૃપિયા ના ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા હતા ત્યારે ગામ લોકો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી ને લેખિત રજૂઆત કરી હતી વાવેરા ગ્રામ પંચાયત દ્વારા ત્રણ વર્ષ અને છ મહિના ના દરેક કામો ની તપાસ કરવાની માંગ કરી હતી દરેક કામોની તપાસ કરવામાં આવે તો લાખો રૃપિયા નો ભ્રષ્ટાચાર સાબિત થઈ શકે છે બસ સ્ટેન્ડ થી શંકર મદિર સુધી જે સી. સી. રોડ બન્યો છે તે રોડ નુ હાલમાં નામ નિશાન નથી રહ્યુ તેમજ ગટર લાઈન મેન બજારમાં બનાવી હતી. માત્ર શોભાના ગાંઠીયા સમાન છે હાલ તે ગટર લાઈન બુરી દેવામાં આવી છે તેમજ બ્લોક ફેવર ના કામો થયા છે તે બ્લોક ટુટવા લાગ્યા અને બ્લોક ની નિશે જે કાકરી અને રેતી નાખવાની હોય છે તેને બદલે કોઈ પણ પ્રકારનુ નિશે લેવલ કર્યો વગર બ્લોક નુ કામ કરવામા આવ્યુ હતું અને હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસ ની મહામારી સાલે છે ત્યારે વાવેરા ગામે ગંદકી ના ઠેક ઠેકાણે થર જમ્યા હતાં ત્યારે પત્રકાર વિક્રમ સાખટ દ્વારા તલાટી મંત્રી અને સરપંચ ને રજુઆત કરી હતી કે સફાઈ વેરો લેવામાં આવે છે ત્યારે ગામમાં સફાઈ તો થતી નથી કા સફાઈ વેરો બંધ કરો અથવા સફાઈ કરો