બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
મળતી માહિતી મુજબ આજરોજ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ગામ ખાતે નર્મદા જિલ્લા આરોગ્ય ની ટીમ કોરોના ના ટેસ્ટ કરવા માટે પ્રથમ વાર સવારે ૧૧ કલાકની આસપાસ આવી હતી જ્યાં ગામલોકો અને કોરોના ટેસ્ટ કરવા આવેલ ટીમ વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું હતું જેથી કરીને આરોગ્યની ટીમ પર જતી રહી હતી ત્યારબાદ ફરીવાર બપોરે ૨ કલાકે આરોગ્યની ટીમ કેવડીયા ગામ માં કોરોના ના ટેસ્ટ કરવા માટે ગઈ હતી તે સમયે પણ ગામલોકોએ આરોગ્યની ટીમે ગામની બહાર ભગાડી મુકી હતી જેને લઇને વિવાદ ઉદભવ્યો છે મહત્વની વાત તો એ છે કે નર્મદા જિલ્લા આરોગ્ય ની ટીમને કોરોના ના ટેસ્ટ કરવા માટે તથા સરકાર ની ગ્રાન્ટ નો ઉપયોગ કરવા માટે સમય મળે છે પરંતુ કેવડિયા કોલોનીમાં છેલ્લા પંદર દિવસથી દુષિત અને ડહોળું પાણી આવે છે તે દેખાતું નથી આરોગ્યની ટીમ પણ ધૃતરાષ્ટ્ર ભૂમિકા ભજવી રહી હોય તેમ જણાઈ રહ્યું છે મહત્વની બાબત તો એ છે કે કોરોના ના ટેસ્ટ તો કરવામાં આવે છે પરંતુ પોઝિટિવ તથા નેગેટિવ રિપોર્ટ મૌખિક જ આપવામાં આવે છે અને પોઝિટિવ દર્દીઓ ને ૧૫ દિવસ કોરન્ટાઇન કર્યા બાદ આવા દર્દીઓનો પુનઃ કોરોના ટેસ્ટ કરવામાં આવતો ન હોવાનું સુત્રો દ્વારા જાણવા મળેલ છે હજી સુધી આ રોગની દવા પણ શોધાઈ નથી તો આ રોગ કઈ રીતે મળતો હશે તેવી લોક ચર્ચા જોવા મળી છે.