માંગરોળ: ચોરવાડ પોલીસ સ્ટેશન વિસ્તારના કુકસવાડા ગામની સીમ વિસ્તારમાં બંધ બારણે જુગાર રમતા શકુનીઓને રૂ.૫૪૩૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ચોરવાડ પોલીસ.

Junagadh
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

માંગરોળ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહીત તથા માંગરોળ સર્કલ પો.ઇન્સ . એન.આઇ. રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ ચોરવાડ પો.સ્ટે.ના પો.સબ ઇન્સ તથા પો.કોન્સ . ભાવસિંહ મોરીને અગાઉ સંયુક્ત બાતમી હકિકત મળેલ કે કુકસવાડા ગામ સીમ વિસ્તારમાં રહેતા હમીરભાઇ સરમણભાઇ પટાટ પોતાના કજા ભોગવટાની વાડીના મકાનમાં આર્થિક ફાયદા સારૂ બહારથી માણસો બોલાવી તીન પતી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે . જે બાતમી આધારે રેઇડ કરી રૂ .૫૪૩૦૦ ના મુદ્દામાલ સાથે કુલ -૮ આરોપીઓ વિરૂધ્ધ ચોરવાડ પો.સ્ટે .જુગાર ધારા ક .૪ , ૫ મુજબ ગુન્હો દાખલ કરાવેલ છે . . હમીરભાઇ સરમણભાઇ પટાટ . દેવસીભાઇ જાદવભાઇ કામરીયા, રામસીભાઇ મેરામણભાઇ, વિરમભાઇ મશરીભાઇ પરમાર, ભીમસીભાઇ નાથાભાઇ કામરીયા , લખાભાઇ બોદભાઇ રબારી, રાજા ભાઇ અરજણભાઇ કામરીયા, રામભાઇ પરબતભાઇ કામરીયા ને રેડ કરી ઝડપી પાડયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *