રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
વ્યક્તિના અગ્નિસંસ્કાર બાદ ટાઢી ઠાર્યા પછી વિધિ માટે એકત્ર કરેલ અસ્તિ (ફૂલ)ને કોઈ પવિત્ર તીર્થસ્થાને પધરાવવા માટે લઈ જાય એ પહેલાંના સમયગાળામાં તેને યોગ્ય અને સલામત જગ્યાએ સાચવવા માટે લોકોને કોઈપણ જાતની અગવડતા રહે નહિ એવા આશયથી જાહેર જનતા માટે સ્મશાન ભૂમિમાં ૧૨ લોકર ખુલ્લા મુકવામાં આવ્યા હતા. જેનો શહેરીજનો પુરો લાભ લ્યે એવી રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા અપીલ કરીએ છીએ. આ ખાનાઓનો ઉપયોગ કરવા માટે ફક્ત પોતાનું તાળું સાથે લાવવાનું રહેશે અને લોક કરીને ચાવી સાથે લઈ જવાની રહેશે.આ લોકરનુ કોઈ ભાડુ કે ડિપોઝીટ ચુકવવાની નથી દરેક જ્ઞાતી જાતીના લોકો આનો ઉપયોગ વિનામુલ્યે કરી શકશે. આ પ્રોજેક્ટ રોટેરિયન ડો. બી.ટી. માલમપરા, પાર્થ હોસ્પિટલ & મેટરનીટી હોમ નાં આર્થિક સહયોગથી કરવામાં આવ્યો હતો.