રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા ખાતે આવેલી રોયલ સન સીટી સોસાયટી માં જય માતાજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા ગુજરાત રાજ્ય યુવક બોર્ડ, ગાંધીનગર ના સહયોગ થી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું યોગ શિબિર ની મુલાકાતે નર્મદા જિલ્લાના રમત ગમત અધિકારી પી.એ.હાથલીયા સાહેબ હાજર રહયા હતા તેમનું સ્વાગત સોસાયટી દ્વારા કરવામાં આવ્યું હતું.યોગ શિબિરનું સંચાલન કરતા ટ્રેનર શ્રીમતી ડો. દમયંતીબા સિંધા તથા યોગ કરાવનાર ટ્રેનર પ્રદિપસિંહ સિંધા દ્વારા યોગનું વિશેષ મહત્વ તથા ફાયદા વિશે વિસ્તૃત સમજ આપી હતી. રમતગમત અધિકારી પીએ હાથલીયા એ પણ યોગ શિબિરમાં યોગ કરવાથી માનવીનો શારીરિક માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય છે તથા તંદુરસ્તી સારી રહે છે યોગ દ્વારા વ્યક્તિ નિરોગી બને છે અને વ્યક્તિના જીવનમાં યોગનું મહત્વ સમજાવ્યું હતું.