રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
પોલીસ પરિવાર દ્વારા હવન યજ્ઞનું આયોજન થયુ સાથે ચબુતરાનું લોકાર્પણ કરવામાં આવ્યું
કેશોદ શહેરમાં આવેલ પોલીસ લાઈનમાં આજરોજ લોકભાગીદારી થી પક્ષીઓ માટે ભવ્ય ચબૂતરો બનાવી શાસ્ત્રોક્ત વિધિ સાથે લોકાર્પણ કરવામાં આવ્યો હતો. સંત સુરા અને શુરવીરો ની સોરઠ ભૂમિ પર ભજન અને ભોજન ની સેવા અવિરતપણે વહેતી હોય છે. પંછી પાની પીને સે ખૂટે ના સરિતા નીર પંક્તિ ને સાર્થક કરવા કેશોદ શહેરમાં સુતારવાવ વિસ્તારમાં શાકભાજી નાં વ્યવસાય સાથે સંકળાયેલા ફેરિયાઓ અને માટીના માટલા વેચતાં દીલીપભાઈ દ્વારા આ વિસ્તારમાં બહુમાળી બિલ્ડિંગ બનવા ઉપરાંત સરકારી હોસ્પિટલ નું જુનું બિલ્ડિંગ પાડી નવું બહુમાળી બિલ્ડિંગ બનાવવામાં આવતાં ઉપરાંત તોતિંગ વૃક્ષો કાઢી નાખવા માં આવતાં બેઘર બનેલાં પક્ષીઓ માટે ભવ્ય ચબૂતરો બનાવવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. સુતારવાવ વિસ્તારમાં પક્ષીઓ સહેલાઈથી અને સલામત રીતે ચણ ચણી શકે એ માટે જગ્યા માટે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી આઈ ડી.જે.ઝાલાને ધ્યાને મુકવામાં આવતાં સુંદર ભગીરથ કાર્ય પોલીસ લાઈનમાં કરવા માટે સહમતી સાથે સહયોગ આપવાની ખાત્રી આપી હતી. કેશોદના સરકારી દવાખાના પાસે માટલાં વેચતાં દીલીપભાઈ અને સુલેમાન ભાભા દ્વારા પક્ષીઓ માટે ભવ્ય ચબૂતરો બનાવવાનું કામ ચાલુ કર્યું અને દોઢેક માસનાં અવિરત કામ કરી ચબુતરો તૈયાર કરવામાં આવ્યો હતો. આજરોજ સવારે પોલીસ કોન્સ્ટેબલ મોરી દંપતી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરી હતી. કેશોદ પોલીસ સ્ટેશન નાં પી આઈ ડી.જે.ઝાલાના વરદહસ્તે વિધિવત ચબુતરા નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ કાર્યક્રમ માં જમાદાર રાજાભાઈ તેમજ પોલીસકર્મીઓ અને નરેશભાઈ રાવલીયા વેપારીઓ હાજર રહ્યાં હતાં. ચબુતરામાં પક્ષીઓ માટે ઘઉં, ચોખા, કાગં, બાજરો,સેવ,મકાઈ જેવાં જુદા-જુદા ધાન્ય અલગ અલગ મોટી ચોકી ઓ માં રાખવાં ઉપરાંત પાણીનાં કુંડા અને માટીનાં માળા પણ રાખવામાં આવેલ છે. કેશોદ શહેરમાં વસતાં પક્ષીપ્રેમીઓ ને ચણ કે અન્ય યોગદાન આપવું હોય તો સુલેમાન ભાભાનો સંપર્ક કરી શકે છે.