રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા
ભાયાવદર છેલ્લા પાંચ મહિના થયા આખી દુનિયામાં કોરોનાવાયરસ એ માઝા મૂકી છે ત્યારે શરૂઆતના સમયમાં નહિવત કેસ હતા જન્માષ્ટમી બાદ ભાયાવદર શહેરમાં કોરોનાવાયરસ ના કેસ વધવા લાગ્યા હાલ શહેરમાં ૭૬ કેસ નોંધાયા હોય તેમાં ચાર વ્યક્તિઓના મૃત્યુ પણ થયેલ છે ભાયાવદર શહેરની નગરપાલિકા તેમજ ઉપલેટા તાલુકાના હેલ્થ ઓફિસર તેમજ તેમની ટીમ મામલતદાર નગરપાલિકાના કર્મચારીઓની ટીમ પોલીસ સ્ટાફની કામગીરીના કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે તનતોડ મહેનત તેમજ પ્રાંત અધિકારી ધોરાજીના માર્ગદર્શન નીચે સહાનીએ કાર્ય કરી રહેલ છે છતાં છેલ્લા ૮ દિવસ થયા દિન-પ્રતિદિન નવા કેસોની સંખ્યા વધુ હોય તેવા સમયે ભાયાવદર શહેરની વિવિધ સંસ્થાઓ નેચર ક્લબ ભાયાવદર ચકલી બચાવો અભિયાન ભાયાવદર પુસ્તક પરબ ગ્રુપ ભાયાવદર તેમજ શહેરના નિવૃત્ત શિક્ષક મિત્રોના સહિયારા પુરુષાર્થથી ભાયાવદર શહેરમાં દરેક વિસ્તારોમાં આયુર્વેદિક ઉકાળો બનાવીને ગરમાગરમ ઉકાળાનું વિતરણ કરીને લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનો પ્રયાસ કરેલ છે સાથે શહેરીજનો ને આપ કોરોના મહામારી ના સંક્રમણ વધુ ન ફેલાય તેની કાળજી લેવા સૂચના પણ આપવામાં આવેલ હતી આ તમામ કાર્ય ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને નગરપાલિકાના સભ્ય દ્વારા કરવામાં આવેલ હતું.