રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર
યાત્રાધામ ડાકોરમાં નવીન બસ ડેપો ની અંદર દુકાનોની અંદર પણ ગંદકી અને રસ્તા ઉપર પણ ગંદકી યાત્રાધામ ડાકોરમાં એસ.ટી ડેપોની અંદર છેલ્લા પાંચ દિવસથી સફાઇનું કામકાજ ઠબ પડી ગયું છે તેથી આવનાર યાત્રિકોને બિમારીનો ભય પણ રહે છે શિવ શક્તિ સફાઈ કામદાર એજન્સી દ્વારા છેલ્લા દોઢ મહિનાથી સફાઈ કામદારોને પગાર ચૂકવવામાં આવ્યો નથી અને એજન્સી દ્વાર પણ પૂરતો પગાર પણ ના મળી રહેવાની બૂમો આવી છે. એ અનુસંધાન ની અંદર કર્મચારીઓ રોષે ભરાયા છે.
કર્મચારીઓને પગાર ન મળતા સંપૂર્ણપણે એસટી ડેપોની અંદર સફાઇનું કામકાજ ઠબ ગયું છે ડાકોર માં આવેલા એસટી ડેપોની અંદર ગંદકીનું પ્રમાણ પણ ખૂબ જ વધી રહ્યું છે ગંદકીના કારણે મુસાફરોમાં ભય ફેલાયો છે. મુસાફરો દ્વારા રજૂઆત કરતાં છતાં તંત્ર દ્વારા ગંદકી વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવી રહ્યા નથી અને આવી કાળઝાળ ગરમીની અંદર પણ બસ ડેપો ની અંદર ના પંખા પણ બંધ છે મુસાફરો વારંવાર વારંવાર રજૂઆત કરતા તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવી રહ્યા નથી.