રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉના શહેરમાં ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૦માં જન્મદિવસે તેમની નિરોગી, દિર્ઘ આયુષ્ય અને રાષ્ટ્રને વધુ મજબુત બનાવે તે માટે ઉના શહેર ત્થા કડુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા નગરપાલીકાના પ્રમુખ કાળુભાઇ રાઠોડ, ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જોશી, પરેશભાઇ બાંભણીયા, શહેર ભાજપ પ્રમુખ મિતેષભાઇ શાહ ત્થા કાર્યકરોએ વિવિધ હોસ્પીટલોમાં દર્દીઓને ફ્રુટ વિતરણ તેમજ શાહ એચ.ડી. હાઇસ્કુલ મોહેશ્વર વિગરે વૃક્ષારોપણ ત્થા રાત્રીનાં ગાયત્રી માતાજીના મંદિરે દિપમાળા મહાઆરતી રાજુભાઇ ડાભી ત્થા આગેવાનોએ કરી હતી.