રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉનાથી ૭ કિ.મી. દુર પ્રાચીન તીર્થ સ્થાન ગુપ્ત પ્રયાગ આવેલ છે ત્યાં પૂ.મુક્તાનંદબાપુનાં સહકારથી દાદાજી વૃઘ્ધાશ્રમ આવેલ છે ત્યાં ૫૫ થી વધુ વડીલો રહે છે તેના સંચાલક મહંત વિવેકાનંદબાપુએ ઉના પોલીસને લેખીતમાં રજુઆત કરી છે કે વૃઘ્ધાશ્રમની પાછળ ડેસર જતા રોડ ઉપર કોઈ અજાણ્યા લોકો મૃત પશુઓને ત્યાં નાખી જતા રહે છે. પશુ મૃતદેહ સડતા અતી તિવ્ર દુર્ગધ મારે છે. વૃઘ્ધાશ્રમમાં રહેતા વડીલો ત્રાહીમામ પોકારી ગયા છે. તેમને બિમારી થવાનો ભય લાગે છે. તેથી તુરંત મૃત પશુનો નિકાલ કરી આ વિસ્તારમાં દવાનો છંટકાવ કરી ભવિષ્યમાં મૃત પશુ કોઈ નાખે નહી તેવી કાર્યવાહી કરવા માંગણી કરી છે. હાલ લોકોની ધાર્મિક લાગણી દુભાય છે.