રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉના શહેરમાં નાગર ચોકમાં રહેતા જીજ્ઞેશ રમણીકલાલ વાળાની સોના-ચાંદીની દુકાન અનીલ જવેલર્સ કુચકુચ ફળીયામાં આવેલ છે તે બંધ દુકાનનાં શટર ઉંચકાવી તેમાં તસ્કરો પ્રવેશ કરી કબાટમાં રાખેલ ત્યારે ટેબલ ખાનાનો લોક તોડી ડુપ્લીકેટ ચાવી ખાના ખોલી તેમાં રાખેલ ચાંદીની કડલી જોડી ૨૫, ૨૭૦ ગ્રામ ચાંદીનાં માદળીયા નંગ ૧૧, ૩૦ ગ્રામ, ચાંદીની રૂદ્રાક્ષની માળા નંગ ૨, ચાંદીના સિક્કા ૩ નંગ, મંગલસુત્ર, ચાંદીના પેન્ડલ નંગ ૩, ચાંદીના બારીયા, પગની ઝાંઝરી, પગના છડા જોડી ૨૧, ચાંદીની લક્કી ૧૧, પેન્ડલની ચાંદીની રાખડી કુલ કિંમત રૂા.૬૫૮૫૦ ના મુદામાલ ચોરી કરી નાસી ગયા હતા અને બાજુમાં આવેલ સાગર જવેલર્સનુ શટર ઉંચકાવેલ પરંતુ તેમાં કાંઈ ગયુ ન હતુ. પોલીસે ગુનો નોંધી એક ઈકો મોટરકાર સાથે એક શખ્સને શંકાસ્પદ હોય તેને બોલાવી પુછપરછ કરી રહયા છે. ટુંક સમયમાં ચોરીનો ભેદ ઉકલાઈ જવાની આશા ઉના પોલીસ રાખી રહી છે.