રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિતે ભારત માતા અને વિવેકાનંદજી ની મૂર્તિઓ ની સ્થાપના વિધિ કરી રાષ્ટ્રભક્તિ થી ઓતપ્રોત કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું
સ્વામી વિવેકાનંદ રાજ્ય યુવક બોર્ડ દ્વારા દેશ ના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિતે હળવદ શહેર ના અતિ પૌરાણિક અને સ્વયંભુ ગૌલોકેશ્વર મહાદેવ મંદિર ખાતે ભારતમાતા અને યુગ પુરુષ અને લાખો યુવાનો ના આદર્શ એવા પૂજ્ય સ્વામી વિવેકાનંદજી ની મૂર્તિ નું અનાવરણ અને સ્થાપના કરવામાં આવી હતી ત્યારે હળવદ તાલુકા માં સર્વ પ્રથમ માઁ ભારતી અને સ્વામી વિવેકાનંદજી ની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી છે ત્યારે આ કાર્યક્રમ માં રાષ્ટ્રભકત સ્થાનિકો હર્ષોઉલ્લાસ સાથે ભક્તિભાવ પૂર્વક જોડાયા હતા અને કર્મકાંડી ભુદેવ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ થી પૂજા અર્ચના કરાવવા માં આવી હતી અને પૂજ્ય સાધુ સંતો અને રાજકીય સામાજિક આગેવાનો એ ફૂલ હાર થકી માઁ ભારતી અને સ્વામી વિવેકાનંદજી ની વંદના કરી હતી અને બધા જ લોકો એ માઁ ભારતી ની આરતી ઉતારી હતી કાર્યક્રમ માં ભારત માતા કી જય અને વંદે માતરમ ના નાદ થી દેશભક્તિ નું વાતાવરણ બની ગયું હતું અને કાર્યક્રમ ના અંતે હાજર સૌએ સમૂહ માં વંદે માતરમ નું ગાન કરી અને પ્રસાદ લઈ અને કાર્યક્રમ સમાપ્ત કર્યો હતો
આ કાર્યક્રમ માં લક્ષ્મીનારાયણ મંદિર ના મહંત દીપકદાસજી મહારાજ,પ્રભુચરણ દાસજી મહારાજ,નગરપાલિકા ઉપપ્રમુખ રેખાબેન અનિલભાઈ મિસ્ત્રી,કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી બીપીનભાઈ દવે,રણછોડભાઈ દલવાડી, બજરંગદળ ના ગુજરાત ના સંયોજક ભાવેશભાઈ ઠક્કર , કેતનભાઈ દવે , ચંદુભાઈ ઝાલા,અનિલભાઈ મિસ્ત્રી રોટરી કલબ હળવદ ના રાજેન્દ્રસિંહ રાણા અને રાજકીય સામાજિક આગેવાનો સહિત ગૌલેશ્વર મહાદેવ મંદિર મહિલા મંડળ ના સભ્યો અને રાષ્ટ્રભકતો ઉપસ્થિતિ રહ્યા હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના જિલ્લા ના સહવાલી અને શહેર યુવા ભાજપ પ્રમુખ તપનભાઈ દવે , તાલુકા સંયોજક વિજયસિંહ પઢીયાર , નગર સંયોજક અજયભાઈ સિંધવ , ઓમભાઈ રાવલ સહિત યુવાનો એ ભારે જહેમત ઉઠાવી હતી.