રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રાજુલા તાલુકામાં અનેક ગ્રામ્ય વિસ્તારોમા નાના મોટા ચેકડેમો તળાવો અને જળાશયો આવેલાં છે ઉપરાંત ધાતરવડી ૧ અને ધાતરવડી ૨ ડેમ આવેલા છે છેલ્લા ૧૫ દિવસ મા ૧૦ જેટલા યુવકો ન્હાવા જવાથી અને અકસ્માતે પડી જતાં મોત થયાં હતાં આથી તમામ જગ્યાએ આ અકસ્માત અટકાવી શકાય તે માટે સર્વે કરાવી સાઈડ બોડર મુકવા રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ જીલુભાઈ બારૈયા દ્વારા વિનંતી સહીત લેખિતમાં રજુઆત કરી હતી.