રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
ધારાસભ્ય અમરીશભાઈ ડેર ના માર્ગદર્શન નીચે ચાલતી રાજુલા નગર પાલિકા ના નવ નિયુક્ત પ્રમુખ ઘનશ્યામ લાખણોત્રા તથા ઉપપ્રમુખ દીપકભાઈ ઠક્કર (પીન્ટુભાઈ)તથા રાજુલા નગરપાલિકા ટીમ ને રાજુલા શહેરના અતિ મહત્વના છતડીયા રોડ પર થોડા સમયથી થોડી લાઈટો બંધ હતી તે ધ્યાનમાં આવતા બંધ પડેલી જ લાઈટો રિપેર કરવામાં આવી તથા જે સાવ બંધ થઇ ગયેલ હતી તે નવી નાખવામાં આવી. રાજુલા શહેરના તમામ વિસ્તારોમાં જે લાઈટો બંધ છે તે રીપેર કરી દેવા માં આવશે અથવા નવી નાખવામાં આવશે અને રાજુલા શહેર ને ટૂંક સમયમાં રોશનીથી ઝળહળતું કરી દેવામાં આવશે.