જૂનાગઢ: જીવનભર કાયદાનાં રક્ષક તરીકે ફરજ બજાવનાર પોલીસકર્મીએ હક્ક માટે જીવન દાવ પર લગાવ્યું.

Junagadh Latest
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં ફરજ બજાવી જીવનભર રક્ષક તરીકે નોકરી કરી લોકોનાં માલ મિલ્કત ની રક્ષા કરનારાં પોલીસકર્મીને વયમર્યાદા ને કારણે નિવૃત્ત થયા બાદ પોતાનાં હક્ક હિત મેળવવા જીવન દાવ પર લગાવવાની સ્થિતિ સર્જાઈ છે. કેશોદ શહેરના વતની અરજણભાઈ કાનાભાઈ ડાંગર વર્ષ ૧૯૮૬ માં ગુજરાત પોલીસ દળમાં ભરતી થઈને સૌરાષ્ટ્રમાં જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તાજેતરમાં નિવૃત્ત થયા છે. ગુજરાત પોલીસ દળમાં થી નિવૃત્ત થતાં પોતાનાં મળવાપાત્ર આર્થિક લાભો અને પેન્શન સમયસર ચુકવવામાં ન આવતાં અંતે રાજ્યપાલ ગુજરાત રાજ્ય ને લેખિતમાં જાણ કરી નેવું દિવસમાં મળવાપાત્ર રકમની ચુકવણી કરવામાં નહીં આવે તો આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે.

કેશોદના નિવૃત્ત પોલીસકર્મીએ રાજ્યપાલને કરેલી લેખિત રજૂઆત માં જણાવ્યું છે કે વર્ષ ૨૦૦૦ માં ઉના પોલીસ સ્ટેશનમાં ગુન્હા થર્ડ ૫૨૪૫/૨૦૦૦ પ્રોહીબેશન કલમ ૬૬બી,૬૫એ,૧૧૬(૨) મુજબ આરોપી ચંદ્રશેખર નાયક ને વિદેશી બનાવટનો દારૂ અને બીયરના જથ્થા સાથે ફિયાટ કારમાં ઝડપી પાડવામાં આવ્યો હતો જેનાં નિવેદનો જે તે વખતના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી આર પંડ્યા એ લેખિતમાં લીધાં હતાં જેમાં પોલીસકર્મી અરજણભાઈ ડાંગર ની કોઈ પ્રકારની સંડોવણી ન હોવાં છતાં સતર વર્ષ બાદ તા.૨/૬/૧૭ નાં રોજ અટક કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ જામીન મુક્ત કરવામાં આવેલ હતાં. ઉના પોલીસ સ્ટેશનમાં દારૂની હેરાફેરી માં પકડાયેલા આરોપી પાસેથી કબજે લેવામાં આવેલ ફિયાટ કાર પોલીસકર્મીના ભાઈ પાસેથી લખાણ કરી વેચાણથી લીધી હતી જે અંગેનાં દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવેલાં છે ત્યારે પોલીસ વિભાગના સતર વર્ષ નોકરી કરવા છતાં ક્યારેય પણ કોઈ ફોજદારી રાહે પગલાં ભરવામાં આવેલાં નથી અને નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા નથી છતાં પણ મળવાપાત્ર લાભો શા કારણે અટકાવવા માં આવે છે એ બાબતે કોઈ સ્પષ્ટ કારણ બતાવવામાં આવ્યું નથી. નાછુટકે નિવૃત્ત પોલીસકર્મીએ રાજ્યપાલને રજૂઆત કરી આત્મવિલોપન કરવાનું વિચારતાં તેઓની અર્ધાગની પત્ની એ પણ પતી સાથે આત્મવિલોપન કરવાનું નક્કી કર્યું છે. ગુજરાત રાજ્ય ના રાજ્યપાલ દ્વારા હકારાત્મક અભિગમ અપનાવીને પોલીસકર્મીને અટકેલી આર્થિક રકમ આપવા નેવું દિવસમાં શું નિણર્ય કરે છે એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *