રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ અને શહેરી મહિલાઓના જોઈન્ટ લાઈબીલીટી અર્નિંગ એન્ડ સેવિંગ ગૃપની રચના કરી મહિલા સભ્યોને આર્થિક ઉપાર્જનની પ્રવૃતિ સાથે જોડી સ્વાવલંબી આત્મ નિર્ભર બનાવવા માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શરૂ કરવામાં આવી જેનો ઈલોન્ચીંગ કાર્યક્રમ અંતર્ગત કેશોદની શ્રીમતી ગોદાવરીબાઈ કન્યા શાળામાં ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ ચેરમેન ગૌતમ ગેડીયાના અદયક્ષ સ્થાને નગર પાલિકા ચિફ ઓફિસર પી. એ. ચાવડા તાલુકા વિકાસ અધિકારી એ. ડી. ચાવડા પુર્વ ધારાસભ્ય વંદવાબેન મકવાણા નગરપાલિકા સુપ્રીન્ટેન્ડ વિઠલાણી સહીતના અધિકારીઓ નગરપાલિકા સ્ટાફની ઉપસ્થિતિમાં યોજાયો હતો.