દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં જેલના તાળાં તોડીને 13 કેદીઓ ફરાર થઈ જતા તંત્ર દોડતું થયું છે. દેવગઢ બારીયામાં તંત્રની બેદરકારી સામે આવી છે. ગુજરાતના સ્થાપના દિવસે જ જેલમાંથી કેદીઓ ફરાર થયા, બારીયા તાલુકાની સબ જેલમાંથી એક સાથે ૧૩ કેદીઓ ફરાર થતા લોકડાઉનના કડક અમલ દાવા પોકળ સાબિત થયા છે કારણકે કિલ્લેબંધી ગણાતી જેલમાંથી લોખંડી સુરક્ષા વચ્ચે કેદીઓ ભાગી જતા પોલીસ માટે લાંછનરૂપ ઘટના સાબિત થઇ રહી છે.
સમગ્ર જિલ્લા તેમજ રાજ્યભરમાં નાકાબંધી કરીને આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાત કોરોનાની મહામારીમાં દાહોદની સબજેલમાંથી કેદીઓ ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી.