રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા
વડોદરાના પાણીગેટ વિસ્તારના બાવચાવાડ માં બાતમીના આધારે ફોરેસ્ટ ટીમ દ્વારા તપાસ હાથ ધરાતા કેતન ભાઈ રાણા ના ઘરેથી જંગલી ઇંગલિશ કાચબો મળી આવ્યો હતો. પોલીસ ખાતાના અધિકારીઓ ને પૂછપરછ દરમ્યાન ઘરના સદસ્યો એ જણાવ્યું હતુ કે પરિવાર સાથે ચોટીલા ગયા હતા ત્યારે રસ્તા પરથી કાચબો મળી આવેલ હતો. તેઓએ ત્યાંથી કાચબાને પાળવાના અર્થે ઘરે લાવેલ હતા. પોલીસ કાર કી ટીમે નાના કાચબા ને પોતાની કસ્ટડીમાં લીધેલ છે અને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.ફોરેસ્ટ ઓફિસર નિધિ દવે એ રિપોર્ટર સાથે કરતા હતું કે કોઈપણ પ્રકારના જંગલી પ્રાણી કે પક્ષીને પાળવું તેમજ તેને ખવડાવવું એ કાનૂની ગુનો બને છે. તેમજ ફોરેસ્ટ ખાતાના અધિકારી નિધિ બેન દવે એ આમ જનતાને સંદેશ આપેલ છે કે આપણી આસપાસ પણ આ પ્રકારનો કોઈપણ કેસ જોવા મળે તો ફોરેસ્ટ ખાતાને જાણ કરવા વિનંતી કરેલ છે.