રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર
સિધ્ધપુર માધુપાવડીય ઘાટ પાસે સરસ્વતી નદી પર ચેકડેમ આવેલો છે. આ ચેકડેમ માં થોડાક દિવસો પહેલા ધરોઈ જૂથ યોજના હેઠળ સરસ્વતી નદીમાં ધરોઈ ડેમનું પાણી છોડવામાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે શુક્રવારે સાંજે પાંચ વાગ્યાના સુમારે સિધ્ધપુરમાં આવેલા મહાકાળી માતાના ચોકમાં રહેતા ૪૫ વર્ષિય ઈશ્ર્વરભાઈ નાથાભાઈ વાઘેલા કે જેઓ છૂટક મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે , તેઓ બપોરના સમયે પોતાનું ધંધાનું કામ પતાવી બપોર નું ભોજન કરી ને તેઓ તેમના મિત્રો સાથે સિધ્ધપુર માધુપાવડીયા ઘાટ પાસે આવેલા ચેકડેમ માં નાહવા પડ્યા હતા અને ત્યાં અંદાજીત ૮ ફૂટ જેટલું ઊંડું પાણી હતું અને અચાનક એકાએક તેઓ નદીની અંદરની તરફ ડુબી ગયા અને તેમને જોઈને આસપાસના લોકોના ટોળા ઉમટ્યા અને સિધ્ધપુર નગરપાલિકાની ડિઝાસ્ટર ટિમ , ફાયર ફાઈટરની ટિમ , ૧૦૮ ની ટિમ ને જાણ કરતા તમામ ટિમો ઘટના સ્થળે પહોંચી હતી.
સિધ્ધપુર ફાયર ફાયટરના યુનુસભાઈ અને નગરપાલિકા કર્મચારી પ્રકાશભાઈ પાધ્યા એ ભારે જહેમત બાદ યુવક ને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ ૧૦૮ની ટીમે તાત્કાલિક સારવાર આપવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ગંભીર જણાતા તુરંત તેમને એમ્બ્યુલન્સ મારફતે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. ત્યાં હાજર તબીબએ યુવાનને મૃત જાહેર કર્યો હતો. મૃતકના પરિવારમાં તેની પત્ની સહિત સંતાનમાં બે દીકરા અને ત્રણ દીકરીઓ હોવાનું તેમજ બે દીકરી ઓને પરણાવેલી હોવાની વિગતો મળવા પામી છે.