રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા
લાઠી તાલુકાના લાઠી થી ગોવિંદપુરા રોડ રૂપિયા ત્રણ કરોડના ખર્ચે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રાજ્ય સરકારમાં સફળ રજુઆતના કારણે મંજુર કરાવી વર્ક ઓડેર ઈશ્યુ કરાવતા ગ્રામ્ય વિસ્તારોમાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ છે. ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા બાબરા લાઠી અને દામનગર વિસ્તારમાં રોડ રસ્તાઓ ભારે ગંભીરતા અને રસ દાખવી રહ્યા છે તેઓ દ્વારા રોડ રસ્તાઓની વખતોવખત મરામત તંત્ર પાસે મરામત પણ કરાવતા રહે છે અને રાજ્ય સરકારમાં અસરકારક રજુઆત કરી નવા રોડ રસ્તાઓ નાળા પુલ બ્રિજ ડામર રોડ અને માટી કામ પણ કરાવી એક જાગૃત ધારાસભ્ય તરીકેનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ લાઠીથી ગોવિંદપુરા નો માર્ગ ડામર રોડ માટી કામ નાળાની કામગીરી અને મેટલ કામ મળી કુલ ત્રણ કરોડ રૂપિયા રાજ્ય સરકારમાં મંજુર કરાવી વર્ક ઓડેર ઈશ્યુ કરાવતા ગ્રામીણ વિસ્તારોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને ત્વરિત કામગીરી શરૂ કરવા અને સમય મર્યાદા પૂર્ણ કરી ગુણવત્તા યુક્ત કામગીરી કરવા જરૂરી સૂચનાઓ પણ આપેલ છે.