રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર
નવા પાણી ના બોર નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
દિયોદર વર્તમાન સમય ગ્રામ પંચાયત ના સરપંચ અને રાજવી ગિરિરાજસિંહ વાઘેલા દ્વારા નગરજનો ને પાણી નો પ્રશ્ન ના રહે તે માટે કોરોના વાઇરસ ની મહામારી વચ્ચે આગવી સૂઝ ના માધ્યમ થી રજુઆત કરી નવા પાણી ના ત્રીજા બોર માટે ૧૮.૫૦૦૦૦ જેટલી માતબર રકમ મંજુર કરાવી સ્વામિનારાયણ મંદિર પાસે આજરોજ દિયોદર ના રાજવી માનસિંહજી વાઘેલા ના વરદ હસ્તે નવા પાણી ના બોર નું ખાત મુહૂર્ત કરવામાં આવતા નગરજનો માં આનંદ જોવા મળી આવ્યો છે જેમાં નગરજનો ની હાજરી માં પાણી ના બોર નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામ પંચાયત ના સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા,જે બી દોશી,ભરતભાઈ અખાણી,રમેશભાઈ સોની,રસિકભાઈ શાહ,શીતલભાઈ ત્રિવેદી,શારદાબેન અખાણી,તલાટી પ્રેમજીભાઈ ચૌધરી,રમેશભાઈ ઠાકોર,વગેરે આગેવાનો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.