રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
યુવા આગેવાન અજય શિયાળ દ્વારા જિલ્લા કલેકટર ને પત્ર લખી રજૂઆત કરવામાં આવી
અમરેલી જિલ્લામાં ચોમાસામાં અતિભારે વરસાદ પડયો છે તેનાં કારણે મોટા ભાગના જળાશયો છલોછલ ભરાયાં છે તેનાં અવારનવાર પાણીમાં ડૂબી જવાની ઘટના બને છે ત્યારે તાલીમો મેળવેલ અને સાધનો અભાવના કારણે સ્થાનિક તરવૈયાઓ સમયસર યોગ્ય બચાવવા કામગીરી કરી શકતા હોતાં નથી ત્યારે રાજુલા તાલુકાના વિકટર ગામનાં જાગૃત યુવા આગેવાન અજય શિયાળ દ્વારા અમરેલી જિલ્લા કલેકટર ને પત્ર લખતા જણાવ્યું હતું કે જિલ્લામાં સરેરાશ ૧૬૬.૯૪ ટકા સાર્વત્રિક વરસાદ પડ્યો છે તેનાં કારણે જિલ્લાનાં મોટાભાગનાં ડેમો,નદી-નાળા, તળાવો સહિતના જળાશયોમાં પાણી ભરાયેલા છે તેમજ સમાચાર પત્રો નાં માધ્યમ થી અમોને મળતી માહિતી અનુસાર જિલ્લા માં છેલ્લા બે મહિનામાં ડૂબી જવાથી ૨૮ જેટલા લોકોનાં મોત થયા છે ત્યારે જિલ્લા નાં દરેક તાલુકા મથક દીઠ સ્થાનિક તરવૈયાઓની એક સમક્ષ ટીમ બનાવવામાં આવે તેમને જરૂરી તાલીમો તથા સાધન સામગ્રી તાલુકા મથકે ઉપલબ્ધ કરાવવામાં આવે જેમ કે દોરડા,જાળી, જેકેટ, નાનાં જળાશયોમાં કે વહેતાં પાણીમાં ઉતારી શકાય જેવી બોટ સહિત નાં જરૂરી સાધનો ની વ્યવસ્થા કરવામાં આવે જેથી તાલુકામાં કોઈ પણ સ્થળે ડૂબ્યા ની ઘટના બને ત્યારે તાત્કાલિક આ ટીમ બચાવ કામગીરી કરી શકે અને માનવ જીંદગી બચાવી શકે. આથી વહેલી તકે આ ટીમ બનાવવામાં આવે તેવી માંગ કરી હતી. હવે આગામી દિવસોમાં તંત્ર દ્વારા તરવૈયાઓની ટીમ બનાવવા આવે છે કે નહીં તે તો હવે આવનારો સમય જ બતાવશે..