રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા તેમજ પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિને નાબુદ કરવાની કડક સુચના અને માર્ગદશન આપવામાં આવ્યા છે ત્યારે એ. એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ. સી.બીના સુપરવિઝન હેઠળ સી.એમ. ગામીત, પો.સ.ઇ.એલ.સી.બી.તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો ડેડીયાપાડા પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા.તે દરમ્યાન બાતમી મળેલ કે ડેડીયાપાડા ખાતેના વૈકુંઠ ફળીયામાં કેટલાંક લોકો આંક ફરકના આંકડા લખાવી રહેલ હોય જે બાતમીવાળી જગ્યા ઉપર જુગાર અંગેની રેઇડ કરતા ચેતનકુમાર હસમુખભાઇ વસાવા રહે. વૈકુંઠ ફળીયા ડેડીયાપાડા નાને ઝડપી પાડી જે પૈકી મિતેશ ગંભીરભાઇ વસાવા રહે.વૈકુંઠ ફળીયા ડેડીયાપાડા પોલીસ રેઇડ દરમ્યાન નાસી જતા પકડાયેલ ચેતન પાસેથી જુગારના સાહિત્ય તથા અંગઝડતીના રોકડ રૂ.૧૦,૫૬૦ તથા મોબાઇલ નંગ -૧ કિ.રૂ. ૫૦૦૦ મળી કુલ કિ.રૂ.૧૫,૫૬૦-ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ તેના વિરૂધ્ધમાં ડેડીયાપાડા પો.સ્ટે.માં જુગારધારા ક .૧૨ અ મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.