રાજકોટ: તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે ઉપલેટા તાલુકાના નીલાખા ગામે ખેડૂતોને ભારે નુકસાન..

Latest Rajkot
રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા

વિરામ બાદ પડેલા ભારેથી અતિ ભારે વરસાદને કારણે જે અગાઉ પડેલા વરસાદના પાણી હજુ ખેતરોમાંથી ઓસર્ય નથી ત્યાં ફરી એક વખત જે રીતે અનરાધાર અને ધોધમાર વરસાદ પડ્યો છે તેને લઈને ખેડૂતોને ફરી એક વખત ફટકો પડ્યો છે કારણ કે અગાઉ જે વરસાદ પડ્યો હતો તેના કારણે ખેતરોના પાક અને ખેડુતોની જમીન ધોવાઇ ગયેલ હતી અને જે ખેડૂતોએ પ્રથમ વાવણીના શ્રીગણેશ કાર્ય હતા તે પાક સંપૂર્ણ નાશ પામ્યો હતો તો ક્યાંક સાથે સાથે જમીનો પણ ધોવાઇ ગયેલ હતી. આ ગત દિવસોમાં પડેલા વરસાદની જો વાત કરીએ તો રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલ ગામના ખેડૂતોની સ્થિતિ હાલ ખુબજ કફોડી બની છે કારણ કે અગાઉ પડેલા ભારે વરસાદથી ખેડૂતોની જમીનો પર પુરના પાણી ફરી વળતા ખેડૂતોની જમીનો ધોવાઇ ગઈ હતી તો ક્યાંક ઉભો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો હતો. આ નિષ્ફળ ગયેલા પાકનું પ્રથમ સર્વે પૂરું થયું ને થોડા દિવસ બાદ ફરી અનરાધાર અને ધોધમાર વરસાદ પડતા ખેડૂતો એ જે ફરી એક વાર વાવણી કરી અને જે પાક વાવેલ હતો તે પણ ફરી એક વાર નિષ્ફળ ગયો છે અને વધુ કે વખત ખેડૂતોને ફટકો સહન કરવો પડી રહ્યો છે. અગાઉ જે રીતે ધોધમાર વરસાદ પડેલ હતો તેમનું સર્વે તો થઇ ગયું છે પરંતુ આ પ્રથમ સર્વે કરેલી કામગીરીનું કોઈ યોગ્ય વળતર મળ્યું નથી ત્યાં ફરી એકવાર અનરાધાર અને ધોધમાર વરસાદને કારણે બીજી વખત પણ વાવેલ પાક ધોવાઇ ગયેલ અને બળી પણ ગયેલ છે તો ક્યાંક જમીન અને પાક બંનેનું સંપૂર્ણ ધોવાણ થઇ ગયું છે. જગતનાતાત એવા ખેડૂતોનું કહેવું છે કે અગાઉ પ્રથમ નુકશાનનું વળતર હજુ મળેલ નથી ત્યાં બીજી વખત વાવેલ મોલનું પણ ધોવાણ અને નુકશાન થઇ ગયું છે જેથી ખેડૂતો પર આર્થીક બોજો વધી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે જો સરકાર જો વહેલી તકે ફરી સર્વે કરાવી અને જે પુનઃ નુકશાન અને પ્રથમ નુકશાન બંનેનું વળતર અથવા સહાય આપે તો આવનારા દિવસો અને સીજનનો પાક લઇ શકશે કારણકે ખેડૂતોએ જે આર્થીક ઉછી ઉધાર કરી અને ફરી વાવેલ પાક પાક નિષ્ફળ જતા આર્થીક બોજામાં આવી ગયા છે. જેથી ખેડૂતો મંગ કરી રહ્યા છે કે સરકાર જગતનાતાત એવા ખેડૂતોની વહેલીથી વહેલી મદદ કરે તેવી લાગણી અને માંગણી કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *