રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
માળીયા હટીના ચોરવાડ મુકામે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ સંદર્ભે આખા દેશમાં સેવા સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી જેના ભાગરૂપે ચોરવાડ મુકામે ભાજપ પ્રમુખ મંથન ભાઈ દ્વારા અલગ રિતેજ અને પ્રધાન મંત્રીની યાદી કાયમ બની રહે તેમાટે ભોલેનાથ ગૌ મંદિર ખાતે ભારત માતા અને સ્વામી વિવેકાનંદજી ની મૂર્તિ સ્થાપના કરવાં આવેલ જેમા બપોરે મૂર્તિ સ્થાપના તેમજ સાંજે ભારત માતાની આરતી ઉતારી પ્રસાદ વિતરણ કરી ઉપસ્થિત તમામ લોકોને આ કોરોના મહામારીનો ધ્યાને લઇ લોકોના સ્વસ્થ્ય સારું રહે તેમાટે મંથનભાઇ ડાભી દ્વારા માસ્ક ,ઉકાળો, નું વિતરણ કર્યું હતું તેમજ પક્ષીઓ માટેના ચકલીના માળા વિતરણ કરવામાં આવ્યાં આ કાર્યક્રમમાં માંગરોળ સંજીવની નેચર ફાઉન્ડેશન ટ્રસ્ટીઓ દ્વારા આરતી નો લાભ લીધો.