રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર
આ વર્ષે દેશ વિદેશ થી શ્રધ્ધાળુ માતૃતર્પણ માટે આવી શક્યા નહીં….
વિશ્વનું એક માત્ર ગયા પ્રસિદ્ધ માતૃગયા તિર્થ સિધ્ધપુર માં ભાદરવા , ચૈત્ર , કારતક જેવા શ્રાધ્ધ માસમાં શ્રધ્ધાળુઓ માતૃ શ્રાધ્ધ કરવાં માટે આવતા હોય છે , પણ ચાલુ વર્ષે વૈશ્વિક કોરોના મહામારી ના કારણે ખૂબ જ ઓછી સંખ્યામાં શ્રધ્ધાળુંઓ માતૃશ્રાધ્ધ કરવા માટે આવ્યા હતા. ભારતના ના ઉત્તરપ્રદેશ , કર્ણાટક , બિહાર , કેરળ , તમિલનાડુ જેવા અનેક રાજ્યોમાંથી આવી શ્રધ્ધાળુઓ સિધ્ધપુર ખાતે માતૃશ્રાધ્ધ કરી પોતાની માતાનું ઋણ અદા કરે છે. આ તમામ રાજ્યોમાંથી આવતા શ્રધ્ધાળુઓ કોરોના મહામારી ના કારણે આ વર્ષે માતૃશ્રાધ્ધ માટે આવી શક્યા નથી , આ વર્ષે માત્ર સિધ્ધપુર ના આસપાસના વિસ્તાર જેમકે બનાસકાંઠા , મહેસાણા , અરવલ્લી , સાબરકાંઠા , અમદાવાદ જેવા જિલ્લાઓમાંથી યાત્રાળુઓ આવી સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખી માતૃશ્રાધ્ધ કરાવ્યું હતું. અગાઉ ના વર્ષો માં શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં આવતા હતા પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીના લીધે યાત્રાળુઓ એકલ – દોકલ આવી પિંડ દાન કર્યું હતું.
આ વ્યવસાય સાથે સંકળાયેલા ગોર મંડળના આશરે ૩૦૦ ભૂદેવો ને તેમના પરિવારનું ગુજરાન ચલાવવા માટે મુશ્કેલી વેઠવી પડે છે , ગુજરાત સરકાર યજમાન વૃત્તી સાથે સંકળાયેલા કર્મકાંડી બ્રાહ્મણોને પણ આર્થિક સહાય કરે તેવી સિધ્ધપુર ગોર મંડળના ભૂદેવો એ માંગણી કરી હતી.