રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળના લીંમડાચોક ખાતે આજ રોજ આયુર્વેદ અને હોમીઓપેથી દ્વાનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. કોરોના મહામારી અંતર્ગત શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ શક્તિ વર્ધક દવા આરસેનિક આલ્બમ ૩૦ દવાનું વીતરણ જુનાગઢ આયુર્વેદ શાખા અને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત ઉપક્રમેં કરવામાં આવ્યું હતું. આ વિનામૂલ્યે દવા વિતરણ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી ડો ડાભી એ મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં મોટી સઁખ્યામાં લોકોએ વિનામૂલ્યે દવા વિતરણનો લાભ લીધો હતો.