રિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર
ભારતના યશસ્વી અને ઉર્જાવાન આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીજી ના ૭૦ માં જન્મદિન નિમિત્તે સ્વામીવિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક મંડળ દ્વારા આખા ગુજરાતના ૨૫૧ તાલુકામા એકજ સમયે ભારત માતાની મૂર્તિની સ્થાપનાનું આયોજન કરાયું હતું જેના ભાગરૂપે આજરોજ અંઘાડી ગામે આવેલ રામદેવપીર મંદિર ખાતે ભારતમાતાના ભવ્ય સ્થાનમાં ભારતમાતાની મૂર્તિ તેમજ સ્વામીવિવેકાનંદજીની મૂર્તિની સ્થાપનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તેની સાથે ભારતીય જનતા પાર્ટીના યુવા મોર્ચા દ્વારા બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આર એસ એસ ના ખેડા જિલ્લા પ્રમુખ વસંત પટેલ, ભાજપ યુવા કાર્યકર યોગેન્દ્રસિંહ પરમાર, ગળતેશ્વર તાલુકા પ્રમુખ વજેસિંહ પરમાર, અંઘાડી ગામના સરપંચ મિનેશભાઈ પટેલ, સ્વામીવિવેકાનંદ મંડળના ગ્રામસંયોજકો, તેમજ ભારતીય જનતા પાર્ટીના અન્ય કાર્યકરો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.