રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉના,ગીરગઢડા તાલુકાની આજે નિમણુંક અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારી ની મિટિંગનું આયોજન આજે રાજુભાઇ ગટેચા ના ઘરે જિલ્લા પ્રભારી બાવચંદ ભાલિયા અને જિલ્લા પ્રમુખ દિનેશ મોરીના અધ્યક્ષ સ્થાને મળી જેમાં બહોળી સંખ્યામાં યુવાનો જોડાયા જેમાં ઉના તાલુકા પ્રમુખ રાજુભાઇ ગટેચા, શહેર પ્રમુખ વિનોદભાઈ બાંભણીયા,મગનભાઇ ગજેરા,મનુભાઈ મોરી,હનીફ ઝાંખરા,ઇમરાન સોરઠીયા સાથે આજે ગીર ગઢડાતાલુકાના પ્રમુખ તરીકે હરેશ બલદાનીયા,મહામંત્રી ભરતભાઈ ચોવટિયા તેમજ ઉના તાલુકાના મહામંત્રી ભરતભાઇ કામલિયા તેમજ ના.મોલિ ભાજપના સરપંચ નીતિનભાઈ ડોબરીયા તેમના કાર્યકરો સાથે આજે વિધિવત આપ માં જોડાયા ત્યારે ઉના તાલુકા શહેરમાંથી પણ ભાજપ/કોંગેસ છોડી બહોળી સંખ્યામાં કાર્યકરો જોડાયા અને જીલ્લા પ્રભારી સૂચન મુજબ તમામ કાર્યકરોને ઓક્સિમિટર ની કીટ આપી ટિમ સાથે કામે લાગી જવા અને લોકોને આ મહામારીમાં કેવી રીતે બચી શકાય તે સંકલ્પ સાથે આવનારી ચૂંટણીનું રણસિંગુ ફૂંકી ભાજપ/કોંગ્રેસ સામે પડકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
