નર્મદા: ખામર ગામે મહિલાને ઇનામ ની લાલચ આપી ૨૬૦૦ રૂપિયા પડાવી ઠગાઈ કરનાર ઠગ વિરુદ્ધ ફરિયાદ..

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા ના ખામર ગામે એક મહિલા ને ઇનામ ની લાલચ આપી છેતરપીંડી કરનાર વિરુદ્ધ મહિલા એ ફરિયાદ કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ ખામર ગામમાં રહેતા ગુણવંતાબેન રમેશભાઇ વસાવા ના ઘરે જઈ અબ્દુલ રહિમ ગુલામનબી દિવાન રહે.નંદવાડ ગામ,જી.ભરૂચ એ મહિલા ને ઈનામની લોભ લાલચ આપી તેમની પાસે કૂપન લેવડાવી કુપનના રૂા.૧૦૦/તથા કુપનના ઈનામના રૂ.૨૫૦૦/- ભરાવી રૂપિયા લઈ નાશી જઈ ઈનામ નહી આપી ગુણવંતાબેન સાથે વિશ્વાસઘાત કરી ઠગાઈ કરતા આ બાબતે આમલેથા પો.સ્ટે.માં ગુણવંતાબેને ફરિયાદ આપતા પોલીસે આ ઠગ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *