ખેડા: સેવાલીયા પી.એસ.આઈ એમ.એસ અસારી દ્વારા ટ્રાફિકના નિયમન તેમજ માસ્ક અંગે દુકાનદારોને કડક સૂચના આપવામાં આવી..

Kheda Latest
રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એસ અસારી તથા અન્ય પોલીસ સ્ટાફ મિત્રો દ્વારા સેવાલીયા બજારમાં આવેલ તમામ દુકાનદારોને માસ્ક પહેરવા કડક સૂચના આપવામાં આવી હતી અને આ સૂચનાનું પાલન ન કરનાર વહેપારી પાસે દંડ વસુલવામાં આવશે તેવી સૂચના અપાઈ હતી સેવાલીયામાં દુકાનોની સામે આડેધડ કરાતા વાહનોના પાર્કિંગ બાબતે પણ કડક સૂચના આપવામાં આવી હતી અને સેવાલીયામાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી.હાલમાં કોરોના મહામારી ના કઠિન સમયમાં કોરોના સંક્રમણને અટકાવવું ખૂબ જ જરૂરી છે. તેના ભાગરૂપે ઘરેથી બહાર નીકળતી વખતે માસ્ક ફરજિયાત પહેરવાનો નિયમ સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે. તેમ છતાં કેટલાક લોકો આ નિયમનું પાલન કરતા નથી અને પોતાના અને બીજા લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારી દાખવે છે.તેથી સરકાર ના માસ્ક પહેરવાના નિયમનું ચુસ્તપણે પાલન થાય તે માટે પી એસ આઈ એમ.એસ અસારી દ્વારા સેવાલીયા બજારમાં વૉક કરવામાં આવ્યું અને સરકારના નિયમોનું પાલન કરવા કડક સૂચના આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *