કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે સતત વધી રહ્યું છે ત્યારે સુરત શહેરના જુદા જુદા વિસ્તારમાં કોરોનાના 588 કેસ આજે બપોર સુધીમાં નોંધાયા છે. મોતનો આંકડો 23 થઈ ગયો છે. ગીચ વસ્તીવાળા કોસાડ આવાસમાં કોરોના પોઝીટીવ આવતાં આજે 19440 ઘરમાં રહતાં 1.02 લાખ લોકોને ફરજ્યાત કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. આ પહેલાં ગઈકાલે ઉધનાના 31 હજાર લોકોને ફરજ્યાત કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. એક તરફ લોકડાઉનમાં છુટછાટની માગણી થઈ રહી છે ત્યારે બીજી તરફ કેસમા વધારો થતાં લોકડાઉનમાં રાહત મળશે કે નહીં તે પ્રશ્ન સુરતીઓને સતાવી રહ્યો છે.
મ્યુનિ. તંત્રએ અમરોલી સાયણ રોડ પર આવેલા કોસાડ આવાસમાં એચ-1, એચ-2, તથા એચ 3 આવાસમાં 405 બિલ્ડીંગમાં 19440 ઘરોમાં રહેતાં 102060 લોકોને ફરજ્યાત કોરોન્ટાઈન કર્યા છે. 19440 ઘરમાં એક લાખ કરતાં વધુ લોકો રહે છે આ આંકડા જ વસ્તીની ગીચતા બતાવે છે. નાના ઘરોમાં આટલા બધા લોકો રહેતાં હોય, સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે સૌથી મોટી મુશ્કેલી છે. આ વિસ્તારમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે માસ્કનું પણ પાલન ન થતું હોવાથી ફરજ્યાત ક્લસ્ટ જાહેર કરવામાં આવ્યા છે. સુરતમાં આજે કોસાડના વિસ્તારને ક્લસ્ટરજાહેર કરતાં ૨૮મો વિસ્તાર ક્લસ્ટરજાહેર કરવામાં આવ્યો છે.