રિપોર્ટર: સુરેશ પગી,કડાણા
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
મુકેશભાઇ શુક્લ માન.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા દિલ્હી ગયેલા તથા પિનાકીનભાઇ ધંધાર્થે બહારગામ ગયેલ તે સમયે ઘરની મહિલાઓ એકલી હોવાનો લાભ લઇ વિરપુર પોલિસ સ્ટેશન ના રાહબારી હેઠળ ગુંડાતત્ત્વો દ્વારા હુમલો કરી ગાડીઓના કાચ તોડી ઘર પર પથ્થર મારો કરી નિમ્ન કક્ષાનો કૃત્ય કરી અંદાજે ૩૦-૩૫ લાખ નું નુક્સાન કરવામાં આવેલ જે સી.સી.ટી.વી કેમેરામાં સ્પશ્ટ દેખાઇ આવે છે. આવનારી સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણીઓમાં લાભ લેવા બનાવટી ઝગડો ઉભો કરી પ્રતિષ્ઠિત વ્યક્તિ ને બદનામ કરવાની સાજીષ રચી વિરપુર પોલિસ સ્ટેશનની આંખઆડા કાન ના કારણે આતંક નો માહોલ બનાવી વિરપુર ને બદનામ કરવાનું નિમ્ન કૃત્ય…આટલો હુમલો થયા પછી પણ ઘર પર સુરક્ષા કર્મીઓ મુકવાની પણ તકેદારી વિરપુર પોલિસે લીધી નહી.૭૦ વર્ષ ના વૃધ્ધ મહીલા મુકેશભાઇ ના પત્ની નલિનીબેન ને રાત્રે ૧૨-૩૦ વાગે ફરિયાદ લખવા માટે પોલિસ સ્ટેશન બોલાવે તે કેટલું ઉચિત?
મુકેશભાઇ શુક્લ નો પરિવાર હવે હાઇકોર્ટ ના આશરે..મિડીયા કર્મીઓને સ્થળ તપાસ કરી સત્ય સામે લાવવા વિનંતી.
થોડા સમય પહેલાં આ જ ગુંડાતત્વો દ્વારા બિયરની છોળો ઉછાડી તલવાર થી કેક કાપવાનો વિવાદ પણ સામે આવેલ વિરપુર પોલીસ ના આંખઆડા કાન ના કારણે વારંવાર થતાં આતંકી કૃત્યોથી પ્રજામાં આક્રોષ.